પહેલી ઑનસ્ક્રીન કિસ વખતે રાજીવ ખંડેલવાલ નર્વસ બન્યો

17 December, 2012 03:05 AM IST  | 

પહેલી ઑનસ્ક્રીન કિસ વખતે રાજીવ ખંડેલવાલ નર્વસ બન્યો



આગામી ફિલ્મ ‘ટેબલ નંબર ૨૧’ માટે તેને લાઇફનો પહેલવહેલો કિસિંગ-સીન શૂટ કરતાં દમ નીકળી ગયો હતો. ટીના ડેઝી સાથેના આ દૃશ્યના શૂટિંગ પહેલાં તે ખૂબ નર્વસ થઈ ગયેલો.

‘ટેબલ નંબર ૨૧’ માટે રાજીવ અને ટીનાએ ફિજીમાં રોડની વચ્ચોવચ એક કિસ કરવાની હતી. ડિરેક્ટર આદિત્ય દત્ત આ દૃશ્ય એકદમ નૅચરલી જ શૂટ કરવા માગતો હતો. જોકે રોડ ક્રાઉડેડ હતો એટલે રાજીવ અને ટીના બન્ને ખૂબ નર્વસ થઈ ગયેલાં અને તેમની ઍન્ગ્ઝાયટી સ્પષ્ટપણે વર્તાતી પણ હતી. જોકે એ વખતે ડિરેક્ટરને જેવાં એક્સપ્રેશન્સ જોઈતાં હતાં એવાં જ મળી જતાં વાંધો નહોતો આવ્યો, પરંતુ આ એક જ દૃશ્યને અલગ-અલગ ઍન્ગલથી શૂટ કરવાનું હોવાથી બન્નેએ વારંવાર કિસ કરવી પડી હતી.