હું લવ જેહાદ નહીં પણ લવમાં માનું છું

07 November, 2014 05:15 AM IST  | 

હું લવ જેહાદ નહીં પણ લવમાં માનું છું


કરીના કપૂર ખાન માને છે કે પ્રેમ એક અનુભૂતિ છે જે જાતિ, ધર્મ કે વર્ગથી પર છે. એથી કરીના લવ જેહાદ જેવા વિચારો સાથે સંમત નથી. હિન્દુ છોકરીઓને લલચાવીને તેમની સાથે લગ્ન કર્યા બાદ ધર્મપરિવર્તન કરાવવા માટે મુસ્લિમો લવ જેહાદ ચલાવતા હોવાના આક્ષેપો વિશેના સવાલના જવાબમાં સૈફ અલી ખાન સાથે પરણેલી કરીનાએ કહ્યું હતું કે ‘હું તો માત્ર પ્રેમની અનુભૂતિમાં માનું છું. સૈફ એક ખુલ્લા મનની વ્યક્તિ છે અને તેણે એક ખુલ્લા પત્ર દ્વારા લવ જેહાદ વિશે પોતાના વિચારો સામે રાખ્યા હતા. તેણે એક હિન્દુ એટલે કે મારી સાથે લગ્ન કયાર઼્ છે. અમારા સિવિલ મૅરેજ થયાં છે.’


પ્રેમ વિશે પોતાના વિચારો જણાવતાં ૩૪ વર્ષની કરીનાએ કહ્યું હતું કે ‘મને લાગે છે પ્રેમની કોઈ વ્યાખ્યા ન કરી શકાય. એમાં શાંતિ, ઉત્કટતા... એવું ઘણુંબધું સમાયેલું છે. એ અનુભૂતિ બે વ્યક્તિ વચ્ચે થાય છે. એમાં એક પાત્ર હિન્દુ અને બીજું મુસ્લિમ હોય તો એને કોઈ રોકી ન શકે. પ્રેમમાં પડતાં પહેલાં તમે કોઈને એવું ન પૂછી શકો કે તું હિન્દુ છે કે મુસ્લિમ? પ્રેમ તો એક અનુભૂતિ છે, લાગણી છે. એથી હું લવ જેહાદમાં નથી માનતી. હું તો પ્રેમની અનુભૂતિમાં વિશ્વાસ ધરાવું છું.’ કરીનાની આગામી ફિલ્મ સલમાન ખાન સાથેની ‘બજરંગી ભાઈજાન’ છે. યોગાનુયોગ એમાં એક બ્રાહ્મણ કન્યા અને મુસ્લિમ યુવકની સ્ટોરી છે.