મને લાગે છે કે પચ્ચીસ વર્ષ બાદ સિનેમા હૉલ્સ નહીં બચે : નસીરુદ્દીન

03 August, 2020 09:56 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મને લાગે છે કે પચ્ચીસ વર્ષ બાદ સિનેમા હૉલ્સ નહીં બચે : નસીરુદ્દીન

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહનું માનવું છે કે 25 વર્ષ બાદ સિનેમા હૉલ્સનું અસ્તિત્વ નહીં રહે. ડિજિટલ પ્લૅટફૉર્મના વધતા ચલણને જોતાં નસીરુદ્દીન શાહનું આવું માનવું છે. એવામાં લૉકડાઉનને કારણે અનેક ફિલ્મો હવે ઑનલાઇન રિલીઝ કરવામાં આવી રહી છે. એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘આમાં જ ભવિષ્ય છે. મને લાગે છે કે આગામી 25 વર્ષોમાં સિનેમા હૉલ્સનું અસ્તિત્વ નહીં રહે. એને શૉપિંગ મૉલ્સ અથવા તો રેસ્ટોરન્ટ્સમાં બદલવામાં આવશે. લોકો ઘરમાં બેસીને ફિલ્મો જોશે એ જ ભવિષ્ય છે. થિયેટરમાં બેસીને સીટી વગાડવી, તાળીઓ પાડવી અને સ્ક્રીન પર પૈસા ફેંકવા એ બધું ઑનલાઇન પ્લૅટફૉર્મ પર જોવું ઇન્ટરેસ્ટિંગ રહેશે. હલ્લાબોલ ફિલ્મોનો એક ભાગ છે. આ તો એવું બની જશે કે સ્ટેડિયમમાં એકલા બેસીને IPL જોતા હોઈએ. મને નથી લાગતું કે એમાં મજા આવશે.’

bollywood bollywood news bollywood gossips naseeruddin shah