03 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
બૉલીવુડના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે આ ભાષા ૪૪ વર્ષની ઉંમરે શીખ્યો હતો. આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જ્યારે હું ૪૪ વર્ષનો હતો ત્યારે મને અહેસાસ થયો હતો કે મને મરાઠી ભાષા નથી આવડતી. જોકે સ્કૂલમાં મરાઠી ભણાવવામાં આવતી હતી, પરંતુ હું એના પર વધુ ધ્યાન આપતો નહોતો. એ પછી મને લાગ્યું કે આ ભાષા ન આવડે એ શરમની વાત છે. એ પછી મેં એક મરાઠી શિક્ષકને નિયુક્ત કર્યો અને તેમની પાસેથી મરાઠી શીખવાનું શરૂ કર્યું. હવે હું સારી મરાઠી બોલી શકું છું. મને લાગે છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમે જેટલી વધુ ભાષા જાણશો એટલો તમને વધારે ફાયદો થશે.’