અલગ-અલગ ભાષામાં કામ કરવા માટે હું પોતાને લકી માનું છું: અનન્યા પાન્ડે

18 February, 2021 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલગ-અલગ ભાષામાં કામ કરવા માટે હું પોતાને લકી માનું છું: અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેનું કહેવું છે કે તે અલગ-અલગ ભાષામાં કામ કરી શકતી હોવાથી પોતાની જાતને ખૂબ જ નસીબદાર માને છે. બૉલીવુડમાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર અનન્યા હવે વિજય દેવરાકોન્ડા સાથે પૅન ઇન્ડિયા ફિલ્મ ‘લાઇગર’માં કામ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા અન્નયા અન્ય ચાર ઇન્ડસ્ટ્રીમાં એટલે કે સાઉથમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મને હિન્દીની સાથે તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘મેં બે વર્ષ પહેલાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. હવે હું આ ફિલ્મ દ્વારા ચાર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છું. હું પહેલાં કરતાં ચારગણી નર્વસ અને એક્સાઇટેડ છું. મને લાગે છે અચાનક દુનિયા ખૂબ જ નાની થઈ ગઈ છે. ઇન્ડિયામાં ઘણાંબધાં કલ્ચર છે અને દરેક વ્યક્તિ ખૂબ જ પ્રેમ આપે છે. ઘણીબધી અલગ-અલગ ભાષાઓ છે અને આજે ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે તમામ મર્યાદાઓ દૂર થઈ ગઈ છે. અલગ-અલગ ભાષામાં કામ કરી લોકો સુધી પહોંચવા માટે હું પોતાને નસીબદાર માનું છું. આ ફિલ્મ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

entertainment news bollywood bollywood news bollywood ssips Ananya Panday