midday

દીકરી ઍક્ટર બનશે કે નહીં એ હું નક્કી નહીં કરી શકું : આલિયા

24 November, 2022 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ નવેમ્બરે આલિયા-રણબીર કપૂર દીકરીના પેરન્ટ્સ બની ગયા છે.
અલિયા ભટ્ટ

અલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે જણાવ્યું કે મારી દીકરી ઍક્ટર બનશે કે નહીં એ માટે અમે કોઈ પ્લાનિંગ નથી કર્યું. ૬ નવેમ્બરે આલિયા-રણબીર કપૂર દીકરીના પેરન્ટ્સ બની ગયા છે. આ સાથે જ તેમણે દીકરીની પ્રાઇવસી જાળવી રાખવાની પણ લોકોને વિનંતી કરી છે. આલિયાને પૂછવામાં આવ્યું કે ‘શું તારી ઇચ્છા છે કે તારી દીકરી પણ ઍક્ટિંગમાં કરીઅર બનાવે?’ એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું કે ‘એના વિશે મેં કાંઈ વિચાર્યું નથી કે એની કોઈ તૈયારી કે પ્લાનિંગ પણ નથી કર્યાં. એના વિશે તો કોઈ ચોક્કસ આઇડિયા પણ નથી કે તે શું બનશે? કારણ કે હું શું કામ અપેક્ષા રાખું કે એમાં નિરાશા મળે કે ખુશી મળે? એથી એ વિશે હાલમાં કોઈ નિર્ણય ન લઈ શકાય.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood alia bhatt ranbir kapoor