હું હવે કોવિડ ટેસ્ટ ક્વીન બની ગઈ છું : પ્રીતિ ઝિન્ટા

21 October, 2020 05:40 PM IST  |  Mumbai | Mumbai Correspondent

હું હવે કોવિડ ટેસ્ટ ક્વીન બની ગઈ છું : પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાનું કહેવું છે કે તે હવે કોવિડ-19 ટેસ્ટ ક્વીન બની ગઈ છે. તે ઇન્ડિયાથી દુબઈ અને ત્યાંથી લૉસ ઍન્જલસ ગઈ હતી. ત્યાંથી તે પાછી દુબઈ આવી છે. આ દરમ્યાન તેણે ઘણી વાર કોરોનાની ટેસ્ટ કરાવી છે. આ ટેસ્ટનો વિડિયો શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી કે ‘દરેક વ્યક્તિ મને પૂછી રહી છે કે આઇપીએલ ટીમની બાયો બબલમાં રહેવાનો અનુભવ કેવો છે. સૌથી પહેલાં તો તમારે છ દિવસ માટે ક્વૉરન્ટીન થવું પડે છે. દર ત્રીજા અથવા તો ચોથા દિવસે કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે અને તમે બહાર નથી જઈ શકતા. તમારી રૂમ, અમારી પંજાબની ટીમને આપેલી રેસ્ટોરાં, જિમ અને અમારી કારમાં સ્ટેડિયમમાં જઈ શકીએ છીએ. ડ્રાઇવર્સ અને શેફની સાથે અન્ય લોકો પણ ક્વૉરન્ટીન હોય છે અને બાયો બબલમાં જ રહે છે. બહારનું ફૂડ નથી મગાવી શકતા અને બહારના લોકોને મળી પણ નથી શકતા. મારી જેમ તમે ફ્રી બર્ડ હો તો તકલીફ પડે છે, પરંતુ આ 2020 છે અને દરેક વ્યક્તિએ ખુશ થવું જોઈએ કે આવા વાતાવરણમાં પણ આઇપીએલ થઈ રહી છે. હું ભારતીય ક્રિકેટ બોર્ડ, કિંગ્સ ઇલેવન પંજાબનો સ્ટાફ અને દુબઈની સૉફીટેલ દુબઈ પામનો આભાર માનું છું કે તેઓ અમને સુરક્ષિત રાખી રહ્યા છે.’
આ વિડિયોમાં પ્રીતિ ઝિન્ટા કહે છે કે ‘આ મહિલા ખૂબ જ પર્ફેક્ટ છે. તે જ્યારે પણ ટેસ્ટ કરે ત્યારે કોઈ દુખાવો નથી થતો. હું હવે કોવિડ ટેસ્ટ ક્વીન બની ગઈ છું.’

અત્યાર સુધીમાં 20 વાર કોવિડ-19 ટેસ્ટ કરાવી છે પ્રીતિ ઝિન્ટાએ

bollywood bollywood news bollywood gossips priety zinta covid19 coronavirus