15 July, 2023 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદા શર્મા
‘ધ કેરલ સ્ટોરી’માં જોવા મળેલી અદા શર્માએ જણાવ્યું છે કે દેશમાં લોકોને બોલવાની આઝાદી છે એની તેને ખુશી છે. આ વાતે તેણે એટલા માટે કહી કેમ કે તેની આ ફિલ્મને લઈને કમલ હાસન અને નસીરુદ્દીન શાહે કમેન્ટ કરી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ રિયલ સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મ જોઈને લોકોને કેરળની વાસ્તવિકતાની જાણ થઈ હતી. ફિલ્મને અનેક રાજ્યોમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવી હતી. બોલવાની આઝાદી વિશે અદા શર્માએ કહ્યું કે ‘આપણા દેશમાં ફ્રીડમ ઑફ સ્પીચને હું માણું છું. લોકો ફિલ્મ જોયા વગર જ એની નિંદા કરે છે અને જાહેરમાં એનું અપમાન કરે છે. વર્તમાનમાં કોઈ પણ કોઈના પણ માટે કાંઈ પણ કહે છે. આવું કરીને તેને તો કોઈ તકલીફ નથી થતી. આ જ વસ્તુ આપણા ભારતની વિશેષતા છે. મને મારા દેશ પર પ્રેમ છે. અલગ વિચારધારા ધરાવતા લોકો પણ સહઅસ્તિત્વ ધરાવે છે. આ એક સારી બાબત છે કે આવા ફેમસ ઍક્ટર્સે ફિલ્મને લઈને પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં. આમ છતાં દર્શકોએ તો આતંકવાદના વિરોધમાં ઊભા રહીને ફિલ્મને સપોર્ટ કરતાં થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ.’