હું હંમેશાં રિસ્ક લેવામાં માનું છું : કરીના કપૂર ખાન

08 April, 2023 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે ફિલ્મોમાં રિસ્ક લેવામાં માને છે. તેણે ‘રેફ્યુજી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે ફિલ્મોમાં રિસ્ક લેવામાં માને છે. તેણે ‘રેફ્યુજી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ‘ચમેલી’માં તેણે સેક્સવર્કરનો રોલ કર્યો હતો. એ ફિલ્મને સુધીર મિશ્રાએ ડિરેક્ટ કરી હતી. એ વિશે કરીનાએ કહ્યું કે ‘હું હંમેશાંથી રિસ્ક લેવામાં માનું છું અને એ મારી ઍક્ટિંગ પ્રત્યેની દીવાનગી છે. આ જ કારણ છે કે મેં ‘ગોલમાલ’ અને ઑફબીટ ફિલ્મો જેવી કે ‘ઓમકારા’, ‘યુવા’ અને ‘ચમેલી’માં કામ કર્યું હતું.’

તે ‘ધ ક્રૂ’ના શૂટિંગમાં બિઝી છે. તો ‘ચમેલી’ના રોલ વિશે કરીનાએ કહ્યું કે ‘મેં જ્યારે ‘ચમેલી’માં કામ કર્યું ત્યારે હું ૨૧ વર્ષની હતી. એ વખતે કોઈ એ ફિલ્મોમાં કામ નહોતું કરતું. આજે હું ૪૨ની છું અને લોકો આજે પણ એની ચર્ચા કરે છે. લોકોના દિમાગમાં મારા કામ વિશે ચોક્કસ પ્રકારની ધારણા બંધાઈ ગઈ છે. મારી પાસે હંમેશાં કમર્શિયલ મેઇનસ્ટ્રીમ અને ઑફબીટ ફિલ્મોનું મિશ્રણ રહ્યું છે. હવે તમે મને ‘ધ ક્રૂ’માં જોશો જે મહિલા કેન્દ્રિત અને કમર્શિયલ છે. સાથે જ હું ઇન્ડિયન ઍડપ્ટેશન ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’માં પણ કામ કરી રહી છું.’

entertainment news bollywood news kareena kapoor