28 July, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોઈ લો
‘કાંટા લગા’ગર્લ શેફાલી જરીવાલાના ૨૭ જૂને થયેલા અવસાનથી તેના ફૅન્સ અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. હવે તેના મૃત્યુના આટલા દિવસો પછી તેના પતિ પરાગ ત્યાગીએ તેમના મુંબઈના ઘરની દીવાલોને શેફાલીના ફોટો અને તેની સાથે વિતાવેલી સુંદર ક્ષણોની યાદગીરી સમાન તસવીરો વડે શણગારીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી છે.
શુક્રવારે પરાગ ત્યાગીએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો જેની સાથે તેણે લખ્યું હતું, ‘હું તને મારા હાથમાં નથી રાખી શકતો, પરંતુ હું તને મારા હૃદયમાં, મારી આંખોમાં દરેક ક્ષણે, દરેક મિનિટે અને દરેક દિવસે રાખું છું.’