હુમાએ સલમાન પાસે મદદ માગી

09 March, 2015 06:17 AM IST  | 

હુમાએ સલમાન પાસે મદદ માગી



તેણે હમણાં જ સલમાન ખાન અને તેના મૅનેજર સાથે એક મીટિંગ કરી હતી. જોકે એ મીટિંગ શું કામ કરવામાં આવી હતી એ તો જાણી શકાય એમ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે હુમા કુરેશી તેની ઇમેજને બદલવા માટે કમર કસી રહી છે અને તે હવે કમર્શિયલ ફિલ્મો તરફ વળી રહી છે.

હુમાએ તેની દરેક ફિલ્મ દ્વારા તેની ઍક્ટિંગનો પરચો બતાવ્યો છે. થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બદલાપુર’ માટે પણ તેનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં.