પુણેમાં કૉકટેલ 2ના મ્યુઝિક ફેસ્ટિવલમાં ભયંકર ભીડને કારણે સર્જાયો હોબાળો

14 June, 2026 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધક્કામુક્કીમાં શાહિદ કપૂરનાં કપડાં ફાટ્યાં અને ચાહકોએ બૅરિકેડ્સ તોડી નાખ્યાં

શુક્રવારે પુણેના વિમાનનગર સ્થિત ફીનિક્સ માર્કેટ સિટીમાં યોજાયેલા ‘કૉકટેલ 2’ મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્ટાર્સને જોવા પડાપડી થઈ હતી.

શુક્રવારે પુણેના વિમાનનગર સ્થિત ફીનિક્સ માર્કેટ સિટી નામના મૉલમાં યોજાયેલો ‘કૉકટેલ 2’ મ્યુઝિક ફેસ્ટિવલ એક ગ્લૅમરસ કાર્યક્રમ બનવાનો હતો પણ શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની એક ઝલક જોવા માટે ઊમટેલી હજારોની ભીડને કારણે સમગ્ર કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ. રિપોર્ટ પ્રમાણે કલાકારો મંચ પર પહોંચ્યાની થોડી જ મિનિટોમાં પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હતી. મોટી સંખ્યામાં ચાહકોએ બૅરિકેડ્સ તોડી નાખ્યાં અને સ્ટેજ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો જેના કારણે સુરક્ષાવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

ભીડ બેકાબૂ બનતી જતાં આયોજકોને કલાકારોની હાજરી સમય પહેલાં જ સમાપ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ધક્કામુક્કી દરમ્યાન શાહિદ કપૂરનાં કપડાં પણ ફાટી ગયાં હોવાની માહિતી મળી છે. ઘટના બાદ સુરક્ષા-કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાને સુરક્ષિત રીતે સ્થળ પરથી બહાર કાઢ્યાં હતાં. આ હોબાળો માત્ર કાર્યક્રમના સ્થળ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. મૉલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં નગર રોડ પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો.

સલમાન ખાનના વાળ ગાયબ


આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ની સિલ્વર જ્યુબિ​લીના ગઈ કાલે પણ યોજાયેલા એક ફંક્શનમાં સલમાન ખાનનો નવો લુક ચર્ચાસ્પદ બન્યો હતો.

pune shahid kapoor kriti sanon rashmika mandanna Salman Khan bollywood buzz bollywood news bollywood entertainment news