હ્રિતિક રોશનની ફિલ્મ ‘Super 30’ની વધી મુશ્કેલી, ફિલ્મની રિલીઝ અટકી શકે

15 June, 2019 07:05 PM IST  |  મુંબઈ

હ્રિતિક રોશનની ફિલ્મ ‘Super 30’ની વધી મુશ્કેલી, ફિલ્મની રિલીઝ અટકી શકે

હ્રતિકની ફિલ્મ પર લટકી તલવાર

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશન(Hrithik Roshan)ની ફિલ્મ સુપર 30ની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મને લઈને નવા વિવાદો સામે આવી રહ્યા છે. હવે આ ફિલ્મ અસલી આનંદ કુમારના કારણે ચર્ચામાં છે. આનંદ કુમાર પર બનેલી આ ફિલ્મથી નારાજ ચાર IIT વિદ્યાર્થીઓએ સંસ્થામાંથી ભણીને નીકળેલા 2018 બેચના એ વિદ્યાર્થીઓના નામ માંગ્યા છે જેમને આનંદ કુમારના કારણે IITમાં પ્રવેશ મળ્યો છે. આ ફિલ્મ બિહારના પ્રતિભાશાળી ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બની છે.

હવે ગુવાહાટી હાઈકોર્ટે આનંદ કુમારને IITના ચાર વિદ્યાર્થીઓ અવિનાશ બરો, વિકાસ દાસ, મોંજિત ડોલે અને ધનીરામ તૉએ ફાઈલ કરેલી જાહેર હિતની અરજીનો જવાબ આપવા માટે નોટિસ આપી છે, જેનો જવાબ આપવામાં આનંદ કુમાર નિષ્ફળ રહ્યા છે. વિદ્યાર્થીઓના વકીલ અમિત ગોયલે એક મુલાકાતમાં કહ્યું છે કે ટ્રેલરમાં બતાવવામાં આવેલા તર્ક સામાન્ય લોકોને ખોટો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને આ ફિલ્મમાં આનંદ કુમારને એક નાયકની જેમ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ આનંદ કુમારની 'સુપર 30'ના 18 વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડમાં મળી સફળતા

ફિલ્મના ટ્રેલર અનુસાર આનંદ કુમાર ગરીબ બાળકોને ભણાવીને IITમાં દાખલો લેવામાં મદદ કરે છે અને આ ફિલ્મ આનંદ કુમારના સંઘર્ષની કહાની બતાવે છે, જે ખોટી છએ. આ સિવાય વિદ્યાર્થીઓનું કહેવું છે કે આનંદ કુમારની બાયોપિકમાં અનેક તર્ક ખોટા છે. જે દુર્ભાવનાથી પ્રેરિત છે. જેના કારણે નારાજ વિદ્યાર્થીઓએ ફિલ્મની રિલીઝ રોકવાની માંગણી કરી શકે છે. આ ફિલ્મ 12 જુલાઈએ રીલિઝ થાની છે. આ પહેલા ફિલ્મના નિર્દેશક વિકાસ બહેલ(Vikas Bahl) પર પણ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો જો કે તેમને હાલ એક સમિતિએ ક્લીન ચિટ મળી છે. હાલ જોવું એ રહ્યું કે ફિલ્મ રીલિઝ થશે કે કેમ.

hrithik roshan bollywood news