હૃતિક સાથે મધરાતે જોવા મળેલી મહિલા તેના ફ્રેન્ડની પત્ની હતી

16 November, 2014 05:49 AM IST  | 

હૃતિક સાથે મધરાતે જોવા મળેલી મહિલા તેના ફ્રેન્ડની પત્ની હતી


આ મહિલાની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે તે મહિલા હૃતિકના એક મિત્રની પત્ની હતી જે પોતે પણ એ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા આવી હતી. હૃતિક સાથે તેની મુલાકાત અચાનક જ થઈ હતી અને બન્ને વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. જોકે તે મહિલાની ઓળખ ન હોવાને કારણે લોકોએ તેનું નામ હૃતિક સાથે જોડી દીધું હતું. સુઝૅન સાથે છૂટાછેડા બાદ આ મહિલા સિવાય હૃતિકનું નામ ઈશા ગુપ્તા અને નર્ગિસ ફખરી સાથે પણ જોડવામાં આવ્યું હતું. વારંવાર કોઈની પણ સાથે પોતાનું નામ જોડાઈ જવાને કારણે હૃતિકને ઘણું માઠું લાગી આવે છે.