ગર્લફ્રેન્ડ સાથે ૧૦૦ કરોડના ઘરમાં રહેવા જશે હૃતિક?

20 November, 2022 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિકે જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલા મન્નત બિલ્ડિંગમાં બે અપાર્ટમેન્ટ ખરીદ્યા હોવાની ચર્ચા છે

ગર્લફ્રેન્ડ સાથે ૧૦૦ કરોડના ઘરમાં રહેવા જશે હૃતિક?

હૃતિક રોશન હવે ૧૦૦ કરોડ રૂપિયાના ઘરમાં તેની ગર્લફ્રેન્ડ શબા આઝાદ સાથે રહેવા જશે એવી ચર્ચા ચાલી રહી છે. આ એક સી-વ્યુ અપાર્ટમેન્ટ હશે. હૃતિક અને શબા તેમની રિલેશનશિપને હવે એક સ્ટેપ આગળ વધારી રહ્યાં છે. હૃતિકે જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલા મન્નત બિલ્ડિંગમાં બે અપાર્ટમેન્ટ ખરીદ્યા હોવાની ચર્ચા છે. એ માટે તેણે ૯૭.૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ૧૫મા અને ૧૬મા ફ્લોર પર આવેલું આ ઘર ૩૮,૦૦૦ સ્ક્વેર ફુટનું છે. આ ડુપ્લેક્સનું હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે અને તેઓ બહુ જલદી લિવ-ઇનમાં રહેવા જશે. તેમની રિલેશનશિપને જાહેર કર્યા બાદ તેઓ ઘણી ઇવેન્ટમાં સાથે જોવા મળી રહ્યાં છે.

entertainment news bollywood news hrithik roshan