ઑનલાઈન લીક થઈ ફિલ્મ સુપર 30, કમાણી પર પડશે અસર?

15 July, 2019 10:16 AM IST  |  મુંબઈ

ઑનલાઈન લીક થઈ ફિલ્મ સુપર 30, કમાણી પર પડશે અસર?

ઑનલાઈન લીક થઈ ફિલ્મ સુપર 30

બિહારના જાણીતા ટીચર આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 ઑનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ વેબસાઈટ તમિલરૉકર્સ પર મુકવામાંઆવી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મના લીક થવાથી ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શન પર અસર પડી શકે છે.

તમિલરૉકર્સ પર આ પહેલા પણ કાર્રવાઈ થઈ ચુકી છએ. પરંતુ વેબસાઈટ પર અનેક ફિલ્મો લીક થઈ રહી છે. ત્યાં જ ફિલ્મ મેકર્સને પણ ફિલ્મ લીક થવાનો ડર હતો જ. હાલમાં જ રીલિઝ થયેલી આર્ટિકલ 15, સ્પાઈડર મેન ફાર ફોર હોમ, ઓહ બેબી અને કબીર સિંહ પણ તેનો શિકાર બની હતી.


કેવું રહ્યું છે બૉક્સ ઑફિસ કલેક્શન
સુપર 30 બૉક્સ ઑફિસ પર ઠીક-ઠીક પર્ફોર્મ કરી રહી છે. સુપર 30એ પહેલા દિવસે એટલે કે શુક્રવારે 11 કરોડ 83 લાખના કલેક્શન સાથે સારી ઓપનિંગ કરી હતી. શનિવારે તેણે 18 કરોડનો બિઝનેસ કર્યો હતો અને માનવામાં આવે છે કે ફિલ્મને રવિવારની રજાનો પણ લાભા મળ્યો અને સારી કમાણી કરી છે. જેના કારણે તે 50 કરોડ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

કેવી છે પ્રતિક્રિયા?
ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખાસ કરીને ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ સુપર 30ના પહેલા ભાગમાં આનંદ કુમારના કૉલેજના જીવનને દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓ સંઘર્ષ કરીને આગળ વધ્યા. ફિલ્મ અંત સુધી તમને સીટ સાથે જકડી રાખે છે. આ એ તમામ લોકો માટે જેઓ જીવનમાં સંસોધનોની કમી હોવા છતા પોતાની ઈચ્છા શક્તિના બળ પર સફળ થવાનો પ્રયાસ કરે છે.

hrithik roshan bollywood news