04 August, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશન હાલમાં તેની આગામી ફિલ્મ ‘વૉર 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં હૃતિકે શ્રીલંકામાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી અને ફિલ્મના ગીત ‘આવણ જાવણ’ પર ડાન્સ પણ કર્યો. હૃતિકે ઇવેન્ટના પોતાના સ્ટાઇલિશ લુકની તસવીરો શૅર કરી અને પોસ્ટમાં કૅપ્શન લખી કે ‘શ્રીલંકા, એક યાદગાર સાંજ માટે આભાર. સિનેમામાં જલદી મળીશું. ૧૪ ઑગસ્ટ #WAR2.’
હૃતિકના ફૅન્સને તેનો આ લુક બહુ પસંદ પડ્યો હતો અને એક ફૅને તો પૂછી પણ લીધું છે કે આ હૃતિક રોશન છે કે જેમ્સ બૉન્ડ? આ ઇવેન્ટનો એક વિડિયો પણ સામે આવ્યો, જેમાં તે ‘કહો ના પ્યાર હૈ’ના ટાઇટલ-ટ્રેક પર ડાન્સ કરતો અને ‘વૉર 2’ના ગીત ‘આવણ જાવણ’નું હૂક સ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે.