હૃતિક રોશનના મોટા દીકરા રેહાન રોશને મ્યુઝિકની દુનિયામાં લીધી એન્ટ્રી

30 August, 2026 02:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેહાનના ડેબ્યુ બાદ સમગ્ર રોશન પરિવારે તેના પર પ્રેમ વરસાવ્યો છે. હૃતિકે ગીતનો વિડિયો શૅર કરતાં પુત્ર માટે સંદેશ લખ્યો હતો કે ‘રેહાન, તારી અંદર જન્મથી જ એક ખાસ સમજ છે. મને તારી આ ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ મને નિર્ભય બનાવે છે.

હૃતિક રોશનના મોટા દીકરા રેહાન રોશને મ્યુઝિકની દુનિયામાં લીધી એન્ટ્રી

સુપરસ્ટાર હૃતિક રોશનના ૨૦ વર્ષના મોટા દીકરા રેહાન રોશને સંગીતની દુનિયામાં પોતાની સફરની શરૂઆત કરી છે. રેહાને પોતાના પ્રથમ ગીત ‘ધિસ હેવનલી પ્લેસ’ સાથે ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું છે. ગીત રિલીઝ થઈ ચૂક્યું છે અને એમાં રેહાને સિન્ગર, સૉન્ગરાઇટર અને ગિટારિસ્ટ તરીકે પોતાની પ્રતિભા દર્શાવી છે. બ્લૅક ઍન્ડ વાઇટ અંદાજમાં બનેલા મ્યુઝિક-વિડિયોમાં સંપૂર્ણ ધ્યાન રેહાનના અવાજ અને સંગીત પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
રેહાનના ડેબ્યુ બાદ સમગ્ર રોશન પરિવારે તેના પર પ્રેમ વરસાવ્યો છે. હૃતિકે ગીતનો વિડિયો શૅર કરતાં પુત્ર માટે સંદેશ લખ્યો હતો કે ‘રેહાન, તારી અંદર જન્મથી જ એક ખાસ સમજ છે. મને તારી આ ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ મને નિર્ભય બનાવે છે.’
રેહાનની મમ્મી સુઝૅન ખાને પણ આ ખાસ ક્ષણની ઉજવણી કરતાં લખ્યું હતું કે ‘હું ખૂબ જ ભાવુક છું. તને જેટલો પ્રેમ કરું એટલો ઓછો છે.’ 
ફિલ્મમેકર રાકેશ રોશને પણ પોતાના પૌત્રનો ઉત્સાહ વધાર્યો અને લખ્યું કે ‘રે, મને તારા પર ખૂબ ગર્વ છે. આવી જ રીતે આગળ વધતો રહેજે.’
રોશન પરિવારનો સંગીત સાથેનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. રેહાનના પરદાદા રોશન હિન્દી સિનેમાના જાણીતા સંગીતકાર હતા જ્યારે તેના દાદાના ભાઈ રાજેશ રોશને અનેક સુપરહિટ ફિલ્મોને યાદગાર સંગીત આપ્યું છે. હવે રેહાન પણ સિન્ગર-સૉન્ગરાઇટર અને ગિટારિસ્ટ તરીકે પોતાની અલગ ઓળખ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યો છે.

hrithik roshan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news