02 November, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન અને સબા આઝાદ
હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી બન્ને એકમેકના પ્રેમમાં ગરકાવ થયાં હતાં. સબાનો ફોટો હૃતિકે શૅર કર્યો હતો. બન્ને ઘરની બહારની સીડીઓ પર હાથમાં હાથ નાખીને બેઠાં છે. બન્નેના રિલેશન ટૉક-ઑફ-ધ ટાઉન છે. સબાનો ગઈ કાલે ૩૮મો બર્થ-ડે હતો. તેની સાથેનો એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી, ‘આપણે એવું સ્થાન શોધતા હોઈએ છીએ કે જ્યાં આપણને આપણા રિલેશનમાં પ્રેમ, પ્રેરણા અને સલામતી જોઈએ છે. સાથે મળીને આપણે બન્ને એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી શકીએ. દિલ ખોલીને લાઇફને કહી શકીએ કે તું અમારા માટે હજી શું-શું લઈને આવી છે. અમે એ રોમાંચમાંથી પસાર થવા માટે તૈયાર છીએ. તારી સાથે મને ઘર જેવો એહસાસ થાય છે. અહીંથી આપણા ઍડ્વેન્ચરની શરૂઆત થાય છે. મૅજિક ક્રીએટ કરીએ. આ બાબત હું તારી પાસેથી શીખ્યો છું સબા. તું જેવી છે એ માટે થૅન્ક યુ. ચાલ ઍડ્વેન્ચરની શરૂઆત કરીએ. હૅપી બર્થ-ડે માય લવ.’