હ્રિતિક રોશનની ફૅશન ઈન્સ્પિરેશન છે રણવીર સિંહ!

03 March, 2020 07:59 AM IST  |  Mumbai | Rachana Joshi

હ્રિતિક રોશનની ફૅશન ઈન્સ્પિરેશન છે રણવીર સિંહ!

હ્રિતિક રોશન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

હ્રિતિક રોશન હમણાં દુબઈમાં એક શૂટિંગ દરમ્યાન મિત્રો સાથે ફુરસદની પળો માણતો અને મસ્તી કરતો જોવા મળ્યો છે. હાલમાં તેણે સફેદ રૂમાલની લુંગી અને રેડ ટી-શર્ટ પહેરેલા ફોટો ટ્વીટ કર્યા છે અને લખ્યું છે કે, આ રીતની ફેશન કરવાની પ્રેરણા રણવીર સિંહ પાસેથી મળી છે.

હ્રિતિકના ટ્વીટ પર ચાહકો જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. કોઇકે કહ્યું કે, હૉટ લાગે છે. તો કોઇકે કમેન્ટ કરી છે, આ સ્ટાઇલની પ્રેરણા રણવીર સિંહ નહીં પણ 'સાવરિયાં' નો રણબીર કપૂર છે. હ્રિતિકે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં પણ ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'કદાચ વધારે ટાઇટ બાંધવાની જરૂર હતી'.

હ્રિતિકની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

bollywood bollywood gossips hrithik roshan ranveer singh