બૉલીવુડની ઍક્શન ફિલ્મો જોવાનો હવે કંટાળો આવે છે : હૃતિક

01 October, 2019 03:44 PM IST  |  મુંબઈ

બૉલીવુડની ઍક્શન ફિલ્મો જોવાનો હવે કંટાળો આવે છે : હૃતિક

હ્રિતિક રોશન

મુંબઈ : હૃતિક રોશનનું કહેવું છે કે તેને હવે બૉલીવુડની ઍક્શન ફિલ્મો જોવાનો કંટાળો આવે છે. તેનું માનવું છે કે ઍક્શન ફિલ્મો ફક્ત કાર ઉડાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ એમા પણ ખૂબ જ પ્લાનિંગની જરૂર પડે છે. બીજી ઑક્ટોબરે રિલીઝ થનારી ‘વૉર’માં હૃતિક અને ટાઇગર શ્રોફ જબરદસ્ત ઍક્શન કરતાં જોવા મળશે. હૉલીવુડની ‘મિશન ઇમ્પોસિબલ’ની પ્રશંસા કરતાં હૃતિકે કહ્યું હતું કે ‘હૉલીવુડની ‘મિશન ઇમ્પોસિબલ’ બૅન્ચમાર્ક ફિલ્મ છે. એનું સ્ક્રીન-પ્લે અદ્ભુત રીતે લખાયુ હતું. સાથે જ એના બધા કલાકારો પણ ખૂબ ઇન્ટેલિજન્ટ હતાં. ત્યાંની કોઈ પણ વસ્તુ લૉજિક વગરની નથી હોતી. આપણી ઇન્ડસ્ટ્રીમાં લૉજિક વગરનું દેખાડવામાં આવતુ હોવાથી એક સમય એવો આવે છે કે ઍક્શન ફિલ્મો જોવાનો કંટાળો આવે છે. એ ખૂબ જ સરળ દેખાતુ હોય છે. એવુ લાગે છે કે આ બધુ શું થઈ રહ્યું છે. ઍક્શન માત્ર દેખાડવા પૂરતી જ ફિલ્મોમાં ઉમેરવામાં આવે છે.’

હૃતિકનું માનવું છે કે ઍક્ટિંગ જેવા ક્રીએટિવ ફીલ્ડમાં કોઈ એક વ્યક્તિને બેસ્ટ ન કહી શકાય
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) હૃતિક રોશનનું કહેવું છે કે ઍક્ટિંગ જેવા ક્રિએટીવ ફિલ્ડમાં કોઈ એક વ્યક્તિ તેનાં કામમાં બેસ્ટ છે એવુ ન કહી શકાય. છેલ્લા બે દાયકામાં હૃતિકે અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યુ છે. બૉલીવુડમાં રણબીર કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન, શાહિદ કપૂર, ટાઇગર શ્રોફ, આયુષ્માન ખુરાના અને વિકી કૌશલ જેવા ઍક્ટર્સ શાનદાર ફિલ્મો આપી રહ્યાં છે. એ બધામાંથી કોણ સારું છે એ વિશે પૂછતાં હૃતિકે કહ્યું હતું કે ‘અમે બધા ક્રિએટીવ ફિલ્ડમાં કામ કરીએ છીએ. એથી મને નથી લાગતું કે કોઈ એક બેસ્ટ વ્યક્તિ હોઈ શકે. મારુ માનવુ છે કે એવા તો અનેક છે જેમને મૈન ઑફ ધ યર તરીકે પસંદ કરી શકાય છે. આપણને ગર્વ લેવો જોઈએ કે આપણી પાસે ઘણાં કલાકારો છે જે સારુ કામ કરી રહ્યા છે.’

hrithik roshan bollywood bollywood news bollywood gossips