15 October, 2025 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશને હવે પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને પોતાની ઇમેજ તેમ જ વ્યક્તિગત અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં હૃતિકે અપીલ કરી છે કે મારી પરવાનગી વિના મારી તસવીરો, નામ અને વિડિયોનો ઉપયોગ કરવામાં ન આવે. હૃતિક પહેલાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, નાગાર્જુન અને સુનીલ શેટ્ટી સહિત કેટલાંક અન્ય સ્ટાર પણ આવી અરજી દાખલ કરી ચૂક્યાં છે.