હૃતિક રોશન ચાલ્યો હૉલીવુડ: અમેરિકાની એજન્સીએ તેને કર્યો સાઇન

29 February, 2020 04:08 PM IST  |  New Delhi

હૃતિક રોશન ચાલ્યો હૉલીવુડ: અમેરિકાની એજન્સીએ તેને કર્યો સાઇન

હૃતિક રોશન

હૃતિક રોશનને અમેરિકાની ગેર્શ એજન્સીએ સાઇન કર્યો છે. સેલિબ્રિટી મૅનેજમેન્ટ ફર્મ ક્વાન સાથે મળીને એ હવે હૃતિકને રેપ્રિઝેન્ટ કરશે. એને લઈને હૃતિકની મૅનેજર અમ્રિતા સેને કહ્યું હતું કે ‘હૃતિક હંમેશાં ચૅલેન્જિંગ રોલ કરતો આવ્યો છે. છેલ્લાં વીસ વર્ષથી હૃતિક ભારતીય સિનેમાને નવા-નવા પ્રકારની ફિલ્મો, નવા કન્સેપ્ટ્સની સાથે જ સૉફિસ્ટિકેટેડ સ્ટોરી આપતો આવ્યો છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી જે કૅરૅક્ટર્સ અને સ્ટોરીઝ ગ્લોબલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે એને લઈને પણ હૃતિક ખૂબ ઉત્સાહિત છે. હૃતિકની લીડરશિપની સાથે ભારતને આગળ રાખીને ગ્લોબલાઇઝેશન અને વિવિધતા તરફ આગળ વધીશું. ગેર્શ સાથે મળીને જે ક્રીએટર્સને પહેલાં પ્લૅટફૉર્મ નહોતું મળતું તેમને હવે આના માધ્યમથી માર્કેટમાં એક મંચ આપવામાં આવશે. અમે હૃતિકની મહત્વાકાંક્ષાને વિશ્વની સામે લઈને આવીશું.’

hrithik roshan bollywood news entertainment news hollywood news