પોતાના હાર્ટનો ફોટો શૅર કરી હૃતિક રોશન થયો ઇમોશનલ

04 December, 2019 11:32 AM IST  |  Mumbai

પોતાના હાર્ટનો ફોટો શૅર કરી હૃતિક રોશન થયો ઇમોશનલ

હૃતિક રોશન

હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાર્ટનો ફોટો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેનું દર્દ છલકાઈ રહ્યું છે. હાર્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘આ મારા હાર્ટનો આકાર છે... ખરેખર. આપણે બધા અતિસંવેદનશીલ છીએ. આપણને લોકો પ્રેમ કરે છે કે નહીં એ વિશે વિચારીને આપણે આપણું અડધાથી વધુ જીવન બગાડીએ છીએ જે ન હોવું જોઈએ. આપણે કેટલી સરળતાથી એ વાતને ભુલી જઈએ છીએ કે આપણે બધા એક સમાન છીએ અને પ્રેમથી બનાવવામાં આવ્યા છીએ.’

hrithik roshan entertaintment