હ્રિતિક રોશનનો કંગના સાથે જોડાયેલો મામલો ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર...

15 December, 2020 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હ્રિતિક રોશનનો કંગના સાથે જોડાયેલો મામલો ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર...

કંગના રણોત, હ્રિતિક રોશન

છેલ્લા કેટલાક દિવસોથી કંગના રણોત (Kangana Ranaut) પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેલી છે. આ દરમિયાન કંગનાએ હ્રિતિક રોશન (Hrithik Roshan)ને લઈને એક ટ્વીટ (Tweet) કર્યું છે, જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યું છે. હકીકતે, ઋતિક રોશનની એફઆઇઆર (FIR), જે તેણે 2016માં નોંધાવી હતી, હવે સાઇબર સેલને ક્રાઇમ બ્રાન્ચ સીઆઇયૂ (ક્રાઇમ ઇન્ટેલિજેન્સ યૂનિટ)માં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જેના પછી ક્વીન કંગનાએ આ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.

કંગના રણોતે ટ્વીટ કરીને લખ્યું છે, તેની સ્ટોરી ફરી શરૂ થઈ ગઈ છે. અમારા બ્રેકઅપ અને તેના ડિવૉર્સને કેટલાય વર્ષ થઈ ગયા છે પણ આગળ વધવાની ના પાડી રહ્યો છે. કોઇપણ મહિલાને ડેટ કરવાની ના પાડી રહ્યો છે. જેવી પણ છે મારી પર્સનલ લાઇફમાં થોડીક આશા મેળવવા માટે હિંમત એકઠી કરું છું કે તે ફરીથી નાટક શરૂ કરી દે છે. હ્રિતિક રોશન ક્યાં સુધી રડશે એક નાનકડા અફેર માટે.

જણાવવાનું કે હ્રિતિક રોશને જે એફઆઇઆર કરી હતી, તેમાં હ્રિતિકે આરોપ મૂક્યો હતો કે તેને કંગના રણોતની ઇમેલ આઇડી પરથી 2013 અને 2014માં 100 ઇમેઇલ મળ્યા હતા. તે સમયે સાઇબર સેલમાં એક્ટરે ફરિયાદ નોંધાવી હતી. કંગનાએ તે સમયે આના જવાબમાં કહ્યું હતું કે તેણે કોઇ ઇ-મેઇલ નહોતો કર્યો અને તેની આઇડી હૅક થઈ ગઈ હતી.

જણાવાવનું કે, છેલ્લા કેટલાક દિવસોથી એક્ટ્રેસ કંગના અને દિલજીત દોસાંજ ખેડૂત આંદોલનને લઈને ટ્વિટર પર લડ્યા હતા. તે દરમિયાન બન્ને વચ્ચે વિવાદ થતો જોવા મળ્યો હતો. પછી દિલજીત દોસાંજ શાંત થઈ ગયો હતો. બીજી તરફ કેટલાય યૂઝર્સ કંગનાને દિલજીતની માફી માગવાની સલાહ આપી રહ્યા હતા.

ફિલ્મોની વાત કરીએ તો કંગનાએ પોતાની ફિલ્મ 'થલાઇવી'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ તામિલનાડુનાં મુખ્યમંત્રી અને અભિનેત્રી જયલલિતાની બાયોપિક છે. આમાં તેણે મુખ્ય પાત્ર ભજવ્યું છે. અમ્મા જેવી દેખાવા માટે તેણે ઘણી મહેનત કરી છે.

kangana ranaut hrithik roshan bollywood bollywood news bollywood gossips