લેબૅનન ને ઇરાકમાં પણ રિલીઝ થશે બૅન્ગ બૅન્ગ

10 October, 2014 05:56 AM IST  | 

લેબૅનન ને ઇરાકમાં પણ રિલીઝ થશે બૅન્ગ બૅન્ગ


હા, આવતા વીક-એન્ડમાં ‘બૅન્ગ બૅન્ગ’ લેબૅનન અને ઇરાકમાં રિલીઝ થવાની છે. આમ તો આ બન્ને દેશોમાં બૉલીવુડની ફિલ્મોની બોલબાલા ઘણી ઓછી રહેતી હોય છે. એમ છતાં ‘બૅન્ગ બૅન્ગ’ને આ દેશોમાં બતાવવાની માગણી ત્યાંના કેટલાક ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટરોએ કરી હતી. આ પહેલાં ૨૦૧૦ની ‘માય નેમ ઇઝ ખાન’ને આ બન્ને દેશોમાં ઑફિશ્યલી રિલીઝ કરવામાં આવી હતી જ્યારે ૨૦૧૩ની ‘બૉસ’ને ઇરાકમાં રિલીઝ કરવામાં આવી હતી.