મમ્મી સાથે યોગ કરતો હૃતિક

10 May, 2022 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને યોગાસન શીખવાડ્યાં એથી હું ભાવવિભોર થયો હતો. મમ્મીને સ્ટ્રેંગ્થ માટેની ઘણીબધી વસ્તુઓ વિશે માહિતી છે એ ખરેખર અદ્ભુત છે.

મમ્મી સાથે યોગ કરતો હૃતિક

હૃતિક રોશને તેની મમ્મી પિન્કી રોશન સાથે મધર્સ ડે નિમિત્તે યોગાસન કર્યાં હતાં. એના ફોટો તેણે શૅર કર્યા છે. એક ફોટોમાં મા-દીકરો અઘરાં આસન કરી રહ્યાં છે અને બીજા ફોટોમાં તેની મમ્મી આરામ કરે છે તો હૃતિક સ્માઇલ કરી રહ્યો છે. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિક રોશને કૅપ્શન આપી હતી, ‘તમારા બધા સાથે મમ્મા મોમેન્ટ મધર્સ ડે નિમિત્તે શૅર કરું છું. હું તેને મૂવી દેખાડવા લઈ ગયો, પરંતુ તેને એ ન ગમી. તેણે મને યોગાસન શીખવાડ્યાં એથી હું ભાવવિભોર થયો હતો. મમ્મીને સ્ટ્રેંગ્થ માટેની ઘણીબધી વસ્તુઓ વિશે માહિતી છે એ ખરેખર અદ્ભુત છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news hrithik roshan