દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ

02 August, 2012 06:06 AM IST  | 

દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ

સોનાક્ષી સિંહાની બન્ને સુપરહિટ ફિલ્મો ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’માં તેનો પરંપરાગત વસ્ત્રો પહેરતી દેસી ગર્લનો લુક હતો. જોકે હવે સોનાક્ષીને લોકો આ ઇમેજ ભૂલી જાય એવી સુપરહૉટ ઇમેજ બનાવવી છે. આ નવી ઇમેજ માટે તેણે પડદા પર વેસ્ટર્ન સ્ટાઇલનું ડ્રેસિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને એ માટે સારુંએવું વજન પણ ઉતાર્યું છે. આ મેકઓવરના ભાગરૂપે જ અક્ષયકુમારની હોમ-પ્રોડક્શન ‘ઓહ માય ગૉડ’ના ગોવિંદા-સૉન્ગ માટે તેણે અલગ લુક ટ્રાય કર્યો છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘સોનાક્ષી તેના દેસી ગર્લ જેવા લુકથી બોર થઈ ગઈ છે અને આ કારણે ગોવિંદા-સૉન્ગ માટે તેણે પોતાનો લુક ચેન્જ કરવાની ડિમાન્ડ કરી હતી. આ ગીત માટે ફૅશન-ડિઝાઇનર ઍશ્લી રિબેલોએ અલગ સ્ટાઇલનાં કપડાં અને ઍક્સેસરી ડિઝાઇન કરીને તેને ડિફરન્ટ લુક આપ્યો છે. વળી સોનાક્ષીએ વેસ્ટર્ન ક્લોથ પહેરી શકાય એ માટે હાલમાં સારુંએવું વજન ઉતારીને ફોટોશૂટ પણ કરાવ્યું છે.’

‘ઓહ માય ગૉડ’ના ગોવિંદા-સૉન્ગના પોતાના લુક વિશે વાત કરતાં સોનાક્ષી કહે છે, ‘આ સૉન્ગમાં મેં ટૉર્ન જીન્સ, ચોલી અને શર્ટ તેમ જ મહારાષ્ટ્રિયન નથણી પહેરી છે. આ ગીત રેગ્યુલર આઇટમ-સૉન્ગથી અલગ દેખાય એ માટે અમે જીન્સ સાથે આ લુક પસંદ કર્યો છે.’