ઇન્ડિયન સિનેમામાં કેવા ચેન્જિસ આવ્યા છે?

24 November, 2014 05:04 AM IST  | 

ઇન્ડિયન સિનેમામાં કેવા ચેન્જિસ આવ્યા છે?


દિલ્હીમાં યોજાયેલા એક સેમિનારમાં ફિલ્મમેકર કરણ જોહર સાથે મંચ પર હાજર રહેલાં આમિર ખાન અને દીપિકા પાદુકોણે ઇન્ડિયન સિનેમામાં આવેલા ચેન્જિસ વિશે વાતો કરી હતી. આવો જોઈએ આ બન્ને ટોચનાં આર્ટિસ્ટ ભારતીય સિનેક્ષેત્રે આવેલા પરિવર્તન વિશે શું કહે છે...આમિર ખાન

૧૯૭૦ના દાયકાનો ઉત્તરાર્ધ અને ૮૦નો દાયકો ડિસ્કોનો નિરાશાજનક યુગ હતો. મને લાગે છે કે ૮૦ના દાયકાના ઉત્તરાર્ધથી ભારતીય ફિલ્મોમાં ધીમે-ધીમે ચેન્જિસ શરૂ થયા હતા. મેઇન સ્ટ્રીમ સિનેમાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે અને એનો વ્યાપ વધી રહ્યો છે. ફિલ્મોની સાથે જ ઑડિયન્સમાં પણ બદલાવ આવ્યો છે. જોકે હવે પૉઝિટિવ રિવ્યુ માટે મીડિયામાં ખાસ જગ્યા ખરીદવામાં આવે છે અને ફિલ્મોના કલેક્શનનો આંકડો ઊંચો લઈ જવા જે આંધળી દોટ ચાલે છે એ નિરાશાજનક છે.


હવે બૉક્સ-ઑફિસ કલેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે એ માટે ઑડિયન્સ નહીં પણ ફિલ્મમેકર્સ જવાબદાર છે. ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી માટે ફિલ્મમેકર્સ અને ઍકરો સ્ક્રિપ્સની પસંદગી કરતા થયા હોવાથી પ્રયોગાત્મક ફિલ્મો કરવાથી તેઓ ડરે છે, પરંતુ ખરેખર સિનેમા તો કલાનું માધ્યમ છે. ફિલ્મોમાં ક્રીએટિવિટી હોવી જોઈએ અને સ્ટોરી દિલો પર રાજ કરે એવી હોવી જોઈએ.દીપિકા પાદુકોણ મારું કોઈ ફિલ્મી ફૅમિલી બૅકગ્રાઉન્ડ ન હોવાથી મેં તો જે ફિલ્મો કરી છે એના શૂટિંગ દરમ્યાન અને સેટ્સ પર થતી વાતચીતો અને મારી ભૂલોમાંથી જ બધું શીખી છું.

લોકો મારી સફળ ફિલ્મો વિશે વાતો કરે છે, પરંતુ મેં પણ ઉપરાઉપરી ફ્લૉપ ફિલ્મોમાં કામ કરેલું છે. ખાસ કરીને આ સમયગાળામાં મને ઘણું શીખવા મળ્યું હતું. ઍક્ટ્રેસિસની જેમ હવે ઍકરો પણ ફિલ્મો વેચવાની એક કૉમોડિટી કે વસ્તુ બની રહ્યા છે, પરંતુ આપણે એની વાત પણ કરવાનું પસંદ નથી કરતા. જોકે કૉમ્પિટિશન સારી વાત છે, પરંતુ એ પ્રોડક્ટિવ હોવી જોઈએ અને એમાંથી જ આપણે ઘણું શીખી શકીએ છીએ.