કુરબાન હુઆનું કેવી રીતે થાય છે શૂટિંગ?

23 June, 2020 10:12 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કુરબાન હુઆનું કેવી રીતે થાય છે શૂટિંગ?

કુરબા હુઆ

ઝી ટીવીના ‘કુરબાન હુઆ’ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એ પણ અજબ રીતે ચાલુ થયું છે. આ શોના શૂટ માટે કોઈ ઍક્ટર હજી સેટ પર નથી આવતો, પણ શોના ડિરેક્ટર અને કૅમેરામૅન આર્ટિસ્ટના ઘરે જઈને શૂટ કરે છે અને એ રીતે જે સીન માટે સેટની આવશ્યકતા નથી એ સીનનું શૂટિંગ ચાલુ કરી દીધું છે.

‘કુરબાન હુઆ’ના ચારથી પાંચ ઍક્ટરના સીન્સ આ રીતે લઈ લેવામાં આવ્યા છે. આ આર્ટિસ્ટને તેના કૉસ્ચ્યુમ પણ મોકલી દેવામાં આવ્યા છે જેથી આર્ટિસ્ટ શોના રિયલ કૉસ્ચ્યુમ સાથે રહી શકે. આ ઉપરાંત મેકઅપ-આર્ટિસ્ટને પણ ઍક્ટરના ઘરે જ મોકલવામાં આવે છે, જેને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. ઍક્ટર તૈયાર થઈ જાય એટલે ડિરેક્ટર અને કૅમેરાપર્સન એક હેલ્પર સાથે આર્ટિસ્ટના ઘરે જાય છે અને ત્યાં જઈને એ પોતાનું કામ શરૂ કરી દે છે.
‘કુરબાન હુઆ’ સંભવતઃ પહેલો શો છે જેણે લૉકડાઉન વચ્ચે આવો બહેતરીન રસ્તો કાઢીને શૂટ શરૂ કર્યું હોય.

લૉકડાઉન સ્પેશ્યલ એપિસોડમાં સુચેતા ખન્ના

‘લાપતાગંજ’, ‘શ્રીમાન શ્રીમતી ફિર સે’ જેવા ટીવી શોથી જાણીતી બનેલી અભિનેત્રી સુચેતા ખન્ના  ઝી ટીવીના શો ‘કુરબાન હુઆ’ના લોકડાઉન સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે. કરણ જોતવાની (નીલ) અને પ્રતિભા રાંતા (ચાહત) સ્ટારર આ શોમાં લોકડાઉનથી પ્રેરિત કેટલાક ખાસ એપિસોડ ટેલિકાસ્ટ થશે. સુચેતા ખન્ના જે એપિસોડમાં દેખાશે તેનું ટાઈટલ ‘નયે કલ કી પહલી ઝલક’ છે. ગૌરી કુંડ નામના ગામમાં નીલ અને ચાહત એક બંગલામાં રહેતા લોકોનો જીવ બચાવતા જોવા મળશે. કોરોના વાઈરસ તેજીથી ફેલાઈ રહ્યો છે અને દરેકને કવોરન્ટીન કરવામાં આવે છે ત્યારે કજરી (સુચેતા ખન્ના)ની એન્ટ્રી થશે.

આ કલાકારોએ ઘરમાં રહીને જ મોબાઈલ ફોન વડે શૂટિંગ કર્યું છે. સુચેતાએ આ ખાસ એપિસોડ વિશે જણાવ્યું કે, ‘હું કુરબાન હુઆના લોકડાઉન સ્પેશ્યલ એપિસોડ માટે ઉત્સાહિત છું. પહેલી વખત ઘરેથી શૂટ કરવું રસપ્રદ છે.’ આ ઉપરાંત, ઝી ટીવી ડિજીટલ પ્લેટફોર્મ ઝીફાઈવ પર ‘તુઝસે હૈ રાબતા’ની લોકડાઉન સ્પેશ્યલ સિરીઝ રજૂ કરવાનું છે જેમાં અબિગેલ પાંડે અને સનમ જોહર (‘નચ બલિયે ૮ ફેમ) જોવા મળશે.

bollywood bollywood news bollywood gossips entertainment news