Housefull 4: ફિલ્મનું નવું ગીત છમ્મો થયું રિલીઝ, જુઓ અવનવા લૂક્સ...

21 October, 2019 05:47 PM IST  |  મુંબઈ ડેસ્ક

Housefull 4: ફિલ્મનું નવું ગીત છમ્મો થયું રિલીઝ, જુઓ અવનવા લૂક્સ...

મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ-4નું વધુ એક ગીત રિલીઝ થયું છે. આ ફિલ્મનું ચોથું ગીત છે અને "છમ્મો" ગીતના લિરિક્સ છે. અત્યાર સુધીના રિલીઝ થયેલા ફિલ્મના ત્રણે ગીત હિટ રહ્યા છે, જેમાં "બાલા" ખૂબ જ લોકપ્રિય થયું છે તાજેતરમાં રિલીઝ થયેલા ગીતને જૂના જમાનાની જેમ બનાવવામાં આવ્યું છે. આ ગીત દ્વારા જુનો સમય બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં પુનર્જન્મ સાથે જોડાયેલી સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં પાત્રોના પુનર્જન્મ અને હવે 2019ની લાઇફ બતાવવામાં આવે છે. એવામાં આ ગીત જૂના જમાનાના સમયને દર્શાવે છે અને ગીતમાં ત્રણે અભિનેતા અને ત્રણે હિરોઇન દેખાય છે. સાથે જ બધાં એક્ટર્સના લૂક પણ જૂના જમાના જેવા જ બતાવવામાં આવ્યા છે. આ ગીતમાં અક્ષય કુમાર, બૉબી દેઓલ અને રિતેશ દેશમુખ રાજા-મહારાજા જેવા કપડાં પહેરીને ડાન્સ કરી રહ્યા છે અને 1419નો સમય બતાવવામાં આવ્યો છે.

તો છમ્મા ગીત રિલીઝ થવાની માહિતી અક્ષય કુમારે આપી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે, "સીતમગઢની આ શાનદાર સાંજમાં તમે પણ સામેલ થઇ જાઓ. છમ્મા ગીત રિલીઝ થઈ ગયું છે." સાથે જ અક્ષય કુમારે ગીતની લિંક પણ આપી છે. દિવાળીના અવસરે 25 ઑક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મના આ ગીતમાં સુખવિંદર સિંહ, શ્રેયા ઘોષલ, શહદાબ ફરીદીએ અવાજ આપ્યો છે. તો ગીતના લિરિક્સ સમીર અંજાને લખ્યા છે.

જણાવીએ કે આ પહેલા પણ રિલીઝ થયેલા ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ગીતના સિગ્નેચરને લઇને સોશિયલ મીડિયા પર એક ચેલેન્જ પણ વાયરલ થઈ હતી. જેમાં બાલા ગીતનું સ્ટેપ કરવાનું હતું અને લોકો આ સ્ટેપ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરતા. જણાવીએ કે ફિલ્મમાં અક્ષય કુમાર સાથે બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, કૉતિ સેનોન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા પણ જોવા મળશે.

akshay kumar Housefull 4 bollywood bollywood news bollywood gossips bollywood events