હૉરર ફિલ્મોમાં ખૂબ પરિવર્તન આવ્યું છે : અવિકા ગોર

19 August, 2023 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉરર ફિલ્મોના જોનરમાં આટલાં વર્ષોમાં ખૂબ પરિવર્તન આવ્યું હોવાનું અવિકા ગોરનું માનવું છે.

અવિકા ગોર

હૉરર ફિલ્મોના જોનરમાં આટલાં વર્ષોમાં ખૂબ પરિવર્તન આવ્યું હોવાનું અવિકા ગોરનું માનવું છે. તે ‘1920-હૉરર્સ ઑફ ધ હાર્ટ’માં જોવા મળી રહી છે. ડિઝની+હૉટસ્ટાર પર આ ફિલ્મ સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાહુલ દેવ, બરખા બિશ્ત, કેતકી કુલકર્ણી અને અમિત બહલ પણ જોવા મળે છે. આ ફિલ્મને ક્રિષ્ના ભટ્ટે ડિરેક્ટ કરી છે અને વિક્રમ ભટ્ટે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ વિશે અવિકાએ કહ્યું કે ‘આ ફિલ્મમાં મેઘનાનો રોલ ભજવવો એ મારા માટે મારી બાઉન્ડરીઝને આગળ ધકેલવા જેવું હતું. મને હૉરર ફિલ્મો ગમે છે અને આટલાં વર્ષોમાં એનો ખૂબ વિકાસ થયો છે. હું ‘1920’ની ફ્રૅન્ચાઇઝીના ફૅન- ફૉલોઇંગ વિશે અવગત છું. એની સાથે જે પ્રેશર છે એ પણ હું જાણું છું, પરંતુ હું હંમેશાં ચૅલેન્જ લેવા માટે તૈયાર છું. મહેશ ભટ્ટ, વિક્રમ ભટ્ટ અને ક્રિષ્ના ભટ્ટ સાથે કામ કરવાની તક મળી એ માટે હું આભારી છું.’

bollywood news entertainment news avika gor