૨૦૨૧માં ડાન્સ ફિલ્મ સાઇન કરું એવી આશા છે : સાન્યા મલ્હોત્રા

18 November, 2020 02:31 PM IST  |  New Delhi | IANS

૨૦૨૧માં ડાન્સ ફિલ્મ સાઇન કરું એવી આશા છે : સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાને ડાન્સ ફિલ્મ કરવાની ખૂબ જ ઇચ્છા છે અને તે આવતા વર્ષે એવી ફિલ્મ કરશે એવી તેને આશા છે. આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

તેણે હાલમાં જ અનુરાગ બાસુની ફિલ્મ ‘લુડો’માં કામ કર્યું છે જેનાં ખૂબ જ વખાણ થયાં છે. ડાન્સ ફિલ્મ કરવા વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘હું ડાન્સ ફિલ્મ કરવા માટે ખૂબ જ આતુર છું. હું દુનિયાની સામે એ રાખી પણ રહી છું અને લોકોને જણાવી પણ રહી છું કે મારે એવી ફિલ્મ કરવી છે. મને સો ટકા ખાતરી છે કે હું એવી ફિલ્મ કરીશ. હું એ માટે ખૂબ જ પૅશનેટ છું. મુંબઈ આવવા પહેલાં જ હું એક ટ્રેઇન્ડ ડાન્સર હતી. મારા બે પૅશન ડાન્સ અને ઍક્ટિંગને મિક્સ કરવા એ મારા માટે ડ્રીમ પ્રોજેક્ટ હશે. આશા છે કે 2021માં હું એવી ફિલ્મ કરીશ.’

sanya malhotra bollywood