સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું હૂક અપ સોંગ રિલીઝ, સિઝલિંગ અવતારમાં છે આલિયા ભટ્ટ

30 April, 2019 06:46 PM IST  |  મુંબઈ

સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું હૂક અપ સોંગ રિલીઝ, સિઝલિંગ અવતારમાં છે આલિયા ભટ્ટ

તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ

ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની સ્ટુડન્ટ ઑફ ધ યરની જાહેરાત થઈ ત્યારથી ચર્ચામાં છે. અને હવે તેનું વધુ એક ગીત હૂક અપ સોંગ સામે આવ્યું છે. આ ગીતમાં આલિયા ભટ્ટ પણ છે.

પોતાની હાલની ફિલ્મોની સફળતાનો સ્વાદ માણી રહેલી આલિયા ભટ્ટે કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યરથી જ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અને હવે તે ફિલ્મની સીક્વલમાં ટાઈગર સાથે થિરકતી નજર આવી રહી છે.

હૂક અપ સોંગ એક ડાંસ નંબર છે. જેમાં આલિયા અને ટાઈગર એકદમ હોટ લાગી રહ્યા છે. વિશાલ-શેખરે કંપોઝ કરેલું આ ગીત નેહા કક્કર અને શેખરે ગાયું છે.

આ પણ વાંચોઃ એક ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટ સાથે કામ કરવું સરળ નથી લાગતું : આલિયા ભટ્ટ

હૂક અપ સોંગ પહેલા સ્ટુડન્ટ ઑફ ધ યરનું જવાની સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું. સાખે જ ફિલ્મનું મુંબઈ દિલ્લી કી કુડિયા પણ રિલીઝ થઈ ચુક્યું છે. કરણ જોહરની આ ફિલ્મથી અનન્યા પાંડે અને તારા સુતરિયા ડેબ્યૂ કરી રહ્યા છે.