દિવાળીમાં ઇમરાન ખાન પાલી હિલના નવા બંગલે શિફ્ટ થશે

21 August, 2012 05:41 AM IST  | 

દિવાળીમાં ઇમરાન ખાન પાલી હિલના નવા બંગલે શિફ્ટ થશે

હાલમાં ઇમરાન બાંદરાના એક નાના ફ્લૅટમાં અવંતિકા સાથે રહે છે. બંગલાનું કામ ઑલમોસ્ટ પૂરું થઈ ગયું છે. રિનોવેશનને કારણે બંગલામાંથી આવતા અવાજો ધીમા પડી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ આ ઘરમાં રહેવા આવી જાય એવું લાગે છે. ઇમરાન એ વિશે કહે છે, ‘હજી રિનોવેશન પૂરું નથી થયું. દિવાળી સુધી અમે શિફ્ટ થવાની આશા રાખીએ છીએ. જોકે એ બધું તો કામ પૂરું કરનારાઓ પણ આધારિત છે.’

ઇમરાન બંગલામાં એક ખાસ રૂમ લેટેસ્ટ ટેક્નૉલૉજી સાથે ફિલ્મો જોઈ શકાય એવો બનાવવા માગતો હતો. જોકે એ માટે તેણે ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ હતો. ખરેખર ઇમરાને આ ટેક્નૉલૉજી સાથેનો રૂમ બનાવ્યો છે કે કેમ એ જાણવા હજી થોડી રાહ જોવી પડશે.