કોરોનાને કારણે ખોરવાયું હૉલીવુડનું કૅલેન્ડર

25 July, 2020 08:57 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

કોરોનાને કારણે ખોરવાયું હૉલીવુડનું કૅલેન્ડર

કોરોના વાઇરસને કારણે હૉલીવુડની બિગ બજેટ ફિલ્મોનું કૅલેન્ડર ખોરવાયું છે. બૉલીવુડમાં પણ એની અસર જોવા મળી છે. જોકે હૉલીવુડમાં બિગ બજેટની ફિલ્મોને એક-એક વર્ષ સુધી શિફ્ટ કરવામાં આવી છે. હૉલીવુડની મોટા ભાગની ફિલ્મોને પોસ્ટપોન કરવામાં આવી હતી, પરંતુ આ વાઇરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો એથી ફરી એક વાર કૅલેન્ડરમાં ભરખમ બદલાવ જોવા મળ્યો છે. ક્રિસ્ટોફર નોલાનની ‘ટેનેટ’ને ત્રીજી વાર શિફ્ટ કરવામાં આવી છે. આ વખતે એની નવી તારીખ પણ જાહેર કરવામાં નથી આવી. ૪ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘અ ક્વાઇટ પ્લેસ પાર્ટ 2’ને હવે ૨૦૨૧ની ૨૩ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ૨૩ ડિસેમ્બરે રિલીઝ થનારી ટૉમ ક્રુઝની ‘ટૉપ ગન : મેવરિક’ હવે ૨૦૨૧ની બીજી જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. ૨૧ ઑગસ્ટે ‘મુલાન’ રિલીઝ થવાની હતી, પરંતુ એને પણ ત્રીજી વાર શિફ્ટ કરવામાં આવી છે. ૨૦૦ મિલ્યન ડૉલરની લાઇવ-ઍક્શન ડ્રામાને વૉલ્ટ ડિઝની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ‘સ્ટાર વૉર્સ’ સિરીઝની ત્રણ ફિલ્મોને પણ ડિલે કરવામાં આવી છે. ૨૦૨૨ની ૧૬ ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ હવે ૨૦૨૩ની ૨૨ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. બીજી ફિલ્મને ડિસેમ્બર ૨૦૨૪ને બદલે ડિસેમ્બર ૨૦૨૫માં અને ત્રીજી ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૬ને બદલે ડિસેમ્બર ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ ‘અવતાર’ની સીક્વલને પણ એક વર્ષ લંબાવવામાં આવી છે.

coronavirus covid19 entertainment news hollywood news