હિનાની ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને મળ્યું ઑસ્કરની લાઇબ્રેરીનું આમંત્રણ

17 October, 2023 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને હંમેશાં માટે સંગ્રહ કરીને રાખવા માટે ઑસ્કરની લાઇબ્રેરીએ આમંત્રણ આપ્યું છે.

હિના ખાનની ફિલ્મનું પોસ્ટર

હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’ને હંમેશાં માટે સંગ્રહ કરીને રાખવા માટે ઑસ્કરની લાઇબ્રેરીએ આમંત્રણ આપ્યું છે. આ ફિલ્મ એચ. જી. વેલ્સની નૉવેલ પર આધારિત એક સમાજની સ્ટોરી દેખાડે છે. આ ફિલ્મમાં હિનાની સાથે શોએબ નિકાશ શાહ પણ છે. ફિલ્મને રાહત શાહ કાઝમીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ અમેરિકામાં ૬ ઑક્ટોબરે રિલીઝ થઈ છે. ફિલ્મને ઑસ્કરની લાઇબ્રેરીનું આમંત્રણ મળતાં ખુશી વ્યક્ત કરતાં હિનાએ કહ્યું કે ‘અમારી ટીમે આ ફિલ્મ બનાવવા માટે સખત મહેનત કરી છે અને આટલા મોટા પાયે ઓળખ મળે એનાથી વિશેષ શું હોઈ શકે? યુએસના લોકોને એની
સ્ટોરી પસંદ પડી ત્યારથી માંડીને ઑસ્કરની લાઇબ્રેરીમાં એના સ્ક્રીનપ્લેને આમં​િત્રત કરવામાં આવ્યો એ અમારા માટે અતિશય ખુશીની વાત છે. અમને આશા છે કે અમારી ફિલ્મ આનાથી પણ વધુ પ્રગતિ કરે. ફિલ્મની સ્ટોરી એક અનુભવ છે, જેને લોકો લાઇવ જોઈ શકશે.’
ફિલ્મના ડિરેક્ટર રાહત શાહ કાઝમીએ કહ્યું કે ‘મને એ વાતનો આનંદ છે કે અમારા વિઝનની બધે ઠેકાણે પ્રશંસા કરવામાં આવી છે. યુએસના દર્શકોને આ ફિલ્મ પસંદ પડવી અને એના સ્ક્રીનપ્લેને ઑસ્કરની લાઇબ્રેરીમાં આમંત્રણ મળવું એ આખી ટીમ માટે મોટી સફળતા છે. હવે એટલી આશા છે કે ફિલ્મ જેની હકદાર છે એ બધું એને મળે. ફિલ્મનું શૂટિંગ જ્યારથી શરૂ થયું ત્યારથી
લઈને અત્યાર સુધીની જર્ની ખૂબ સુંદર રહી છે.’

bollywood news entertainment news hina khan