થોડું રેગ્યુલર ગાઉં કે પછી નાકથી ગાઉં?

02 June, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની કૉન્સર્ટમાં આવો સવાલ કરીને હિમેશ રેશમિયાએ તેના ક્રિટિક્સની મસ્ત મજાક કરી

હિમેશ રેશમિયા

સિંગર-મ્યુઝિશ્યન હિમેશ રેશમિયાએ શનિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ ગાર્ડનમાં પોતાની કૉન્સર્ટમાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. હિમેશે તેનાં લોકપ્રિય ગીતો પર ગાતા ચાહકોની ભારે ભીડનું મનોરંજન કર્યું. હિમેશના ક્રિટિક્સ ઘણી વખત તેની નાકમાંથી ગાવાની સ્ટાઇલની મજાક ઉડાવતા હોય છે અને આ હાઉસફુલ કૉન્સર્ટ દરમિયાન હિમેશે તેમના આ ક્રિટિક્સની પણ મજાક કરી હતી.  હાલમાં આ કૉન્સર્ટનો એક વિડિયો ઑનલાઇન સામે આવ્યો છે, જેમાં હિમેશ તેનું પ્રખ્યાત ગીત ‘આશિક બનાયા આપને’ ગાતો જોવા મળે છે. હિમેશે આ પર્ફોર્મન્સની વચ્ચે ઑડિયન્સને પૂછ્યું, ‘થોડું રેગ્યુલર ગાઉં કે પછી નાકથી ગાઉં?’

હિમેશના ફૅન્સે જ્યારે તેને નાકમાંથી ગાવાનું જણાવ્યું ત્યારે હિમેશે આ ગીતની પહેલી બે પંકિત પોતાની ખાસ ‘નેઝલ સિન્ગિંગ’ સ્ટાઇલથી ગાઈને સંભળાવતાં દર્શકો ખૂબ ખુશ થઈ ગયા હતા. હિમેશ રેશમિયાએ કૉન્સર્ટમાં ફિલ્મનિર્માતા ફારાહ ખાન અને અભિનેતા વીર પહારિયા સહિતની ઘણી હસ્તીઓની હાજરી માટે આભાર વ્યક્ત કર્યો હતો.

હાથી મેરે સાથી

વિખ્યાત ગાયિકા ગીતા રબારીએ સાઉથ આફ્રિકાના કેપટાઉનથી ગજરાજ સાથેની આ તસવીર શૅર કરી છે.

himesh reshammiya indian music bollywood buzz bollywood gossips bollywood events bollywood entertainment news