બાથરૂમના અરીસામાં પોતાની જાતને ચાર કલાક જોતો રહે છે હિમેશ રેશમિયા

27 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની સોનિયા કપૂરે તેના પૉડકાસ્ટમાં પતિની આ આદત વિશે કર્યો ખુલાસો

ગાયક-ઍક્ટર હિમેશ રેશમિયા અને તેની પત્ની સોનિયા કપૂર

ગાયક-ઍક્ટર હિમેશ રેશમિયા અને તેની પત્ની સોનિયા કપૂર પોતાના પૉડકાસ્ટ ‘ધ સોનિયા કપૂર શો’ને કારણે ચર્ચામાં છે. હાલમાં આ દંપતીએ પૉડકાસ્ટમાં ઘણીબધી વાત કરી અને એકબીજા વિશે કેટલાક ખુલાસા પણ કર્યા. પૉડકાસ્ટમાં વાતચીત દરમિયાન એક તબક્કે સોનિયા પતિ હિમેશની બાથરૂમ સાથે જોડાયેલી વિચિત્ર આદતનો ખુલાસો કરવા લાગી હતી. આ વાત સાંભળીને હિમેશે પણ હસતાં-હસતાં કહી  દીધું કે તે પૉડકાસ્ટના TRP વધારવા માટે તેના નામનો ઉપયોગ કરી રહી છે.

પૉડકાસ્ટમાં હિમેશની કરીઅર વિશે ચર્ચા કરતી વખતે સોનિયાએ કલાકો સુધી પોતાની જાતને અરીસામાં જોતા રહેવાની હિમેશની આદતની ટીખળ કરી. સોનિયાએ મજાકમાં કહ્યું કે ‘તમને બાથરૂમમાં પોતાની જાતને સતત ચાર કલાક જોતા રહેવાની આદત સિવાય તમારા વિશે સૌથી સારું શું લાગે છે?’ આ વાતનો જવાબ આપતાં હિમેશે કહ્યું કે ‘આ તું શું કહી રહી છે? તારે શોના TRP વધારવા છે એટલે તું મારા નામનો ઉપયોગ કરી રહી છે.’

સોનિયાએ પોતાનો બચાવ કરતાં કહ્યું કે ‘હું સાચી વાત કહી રહી છું.’ સોનિયાએ પોતાના પૉડકાસ્ટમાં જણાવ્યું કે સવારે ૯ વાગ્યાની ફ્લાઇટ પકડવા માટે હિમેશ રેશમિયા સવારે ત્રણ વાગ્યે ઊઠે છે અને તૈયાર થાય છે. આ વાત સાંભળીને પોતાનો બચાવ કરતાં હિમેશે કહ્યું કે ‘મને સમય લઈને તૈયાર થવાનું ગમે છે. મને ઉતાવળ કરવાનું નથી ગમતું.’

himesh reshammiya bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news