કાજોલને સાડી પહેરવાનું કેમ ખૂબ જ પસંદ છે?

28 March, 2020 05:18 PM IST  |  Mumbai | Agencies

કાજોલને સાડી પહેરવાનું કેમ ખૂબ જ પસંદ છે?

કાજોલ

ઑનસ્ક્રીન હોય કે ઑફસ્ક્રીન કાજોલને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે. તે મોટા ભાગે સાડીમાં જોવા મળે છે. આ વિશે કાજોલે કહ્યું હતું કે ‘મને વેસ્ટર્ન આઉટફિટ પણ ખૂબ જ ગમે છે, પરંતુ સાડી તમને ઘણા લોકોની વચ્ચે અલગ તારવી દે છે. તેમ જ મને સાડી ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે અને મારાથી શક્ય હોય એટલી ઇવેન્ટમાં હું એ પહેરવાનું પસંદ કરું છું. સાડીને લઈને મારું અટૅચમેન્ટ કંઈ અલગ જ છે અને એથી જ હું સાડીની ખૂબ જ ખરીદી પણ કરું છું. એવી ઘણી સાડી પણ છે એ મને ખૂબ જ એટલે ખૂબ જ પસંદ છે.’

kajol bollywood news entertainment news