હૅપી ન્યુ યરની ટીમ મલ્ટિ-સિટી ટૂર પર : શરૂઆત કલકત્તાથી

30 October, 2014 05:27 AM IST  | 

હૅપી ન્યુ યરની ટીમ મલ્ટિ-સિટી ટૂર પર : શરૂઆત કલકત્તાથી

રેકૉર્ડ-બ્રેક ઓપનિંગ બાદ જોકે ફિલ્મનું બૉક્સ-ઑફિસ કલેક્શન ઘટી રહ્યું છે અને આ કલેક્શન ઘટે નહીં અને ફિલ્મ હજી સારો બિઝનેસ કરે એ ઉદ્દેશ સાથે ‘હૅપી ન્યુ યર’ની ટીમે હજી એક મલ્ટિ-સિટી ટૂર કરવાનો નિર્ણય તાજેતરમાં લીધો છે. એના મતે લોકોએ ફિલ્મને આપેલા પ્રતિસાદ માટે આભાર વ્યક્ત કરવાનો પણ આ એક સારો અવસર છે, કારણ કે આ પહેલાં કોઈ પણ ઍક્ટરે કે એના ફિલ્મમેકરોએ ફિલ્મ જોવા બદલ લોકોનો આભાર વ્યક્ત નથી કર્યો. જોવા જઈએ તો આ ટૂરની શરૂઆત શાહરુખે ૨૭ તારીખે ગેઇટી-ગૅલૅક્સીમાં કરી હતી જેના સમાચાર તમે ગઈ કાલે ‘ટોટલ-ટાઇમપાસ’માં વાંચ્યા હતા. એ પછી ગઈ કાલે તેઓ કલકત્તા પહોંચ્યા હતા અને એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો.