હેમા માલિની બહુ જલદી ભજનનું આલબમ રિલીઝ કરશે

14 January, 2016 04:42 AM IST  | 

હેમા માલિની બહુ જલદી ભજનનું આલબમ રિલીઝ કરશે


હેમા માલિનીએ ગઈ કાલે ટ્વિટર પર આ વિશે જાહેરાત કરી હતી. તેમણે લતા મંગેશકર સ્ટુડિયોમાં પાડેલો પોતાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘ગઈ કાલે (મંગળવારે) મેં લતા મંગેશકર સ્ટુડિયોમાં ખૂબ જ સુંદર ભજનનું રેકૉર્ડિંગ કર્યું હતું જેને પંડિત જસરાજજીએ કમ્પોઝ કર્યું છે અને તેમની શિષ્યા તૃપ્તિજી દ્વારા મને અસિસ્ટ કરવામાં આવી હતી. હું મારી નવી બાજુને શોધી રહી છું જે પહેલાં નહોતી જોવા મળી. સિંગિંગનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો અને હું મારા નવા અવતારને ખૂબ જ પસંદ કરી રહી છું.’