06 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમા માલિની
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીને લીડ રોલમાં ચમકાવતી ‘શોલે’ની ગણતરી બૉલીવુડની નોંધપાત્ર ફિલ્મોમાં થાય છે. આ વર્ષે ૧૫ ઑગસ્ટે આ ફિલ્મ એની રિલીઝનાં ૫૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે હેમા માલિનીએ એના વિશે ખાસ વાત કરી છે.
હેમા માલિનીએ જણાવ્યું હતું કે ‘અમને આનંદ થાય છે. જ્યારે અમે કામ શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કે ફિલ્મ આટલી મોટી હિટ થશે. એ સમય જુદો હતો. ફિલ્મ બની ગઈ. બીજી ‘શોલે’ બનાવવી મુશ્કેલ છે.’
‘શોલે’ને એક કલ્ટ ફિલ્મ ગણવામાં આવે છે. જોકે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને નકારાત્મક સમીક્ષાઓ મળી હતી. પહેલાં બે અઠવાડિયાંમાં આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી. જોકે પછી એ સુપરહિટ સાબિત થઈ હતી. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મુંબઈના મિનર્વા થિયેટરમાં પાંચ વર્ષ સુધી ચાલી હતી. જોકે પછી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’એ એનો રેકૉર્ડ તોડ્યો હતો.