ડાન્સમાં હેલનની બરાબરી કોઈ ન કરી શકે : મલઇકા

20 April, 2015 04:34 AM IST  | 

ડાન્સમાં હેલનની બરાબરી કોઈ ન કરી શકે : મલઇકા


હેલન સાથે તમને લોકો સરખાવે ત્યારે કેવું લાગે છે એવું પુછાતાં અતિશય માનની લાગણી વ્યક્ત કરતાં મલઇકાએ જણાવ્યું હતું કે ‘વીતેલા સમયની ડાન્સિંગ-ક્વીન હેલનની બરાબરી કોઈ ન કરી શકે. તેમની સાથે મારી કોઈ રીતે સરખામણી ન કરી શકાય. કોઈ તેમની સાથે મારી તુલના કરે તો એ મારે માટે કૉમ્પ્લીમેન્ટ્સ ગણાય. છેવટે હેલનઆન્ટીની બરાબરીમાં કોઈ ન આવી શકે. સ્ક્રીન પર તેઓ માન્યામાં ન આવે એવાં અદ્ભુત હોય છે.’દીપિકા પાદુકોણ તરફના અભિપ્રાયમાં પણ મલઇકાએ પ્રશંસા વ્યક્ત કરી છે. મલઇકાએ કહ્યુ હતું કે ‘મારે માટે દીપિકા ઑલ ટાઇમ ફેવરિટ છે. તે ખૂબ સારી અને બ્રિલિયન્ટ ઍક્ટર છે અને ફૅન્ટૅસ્ટિક છે.’હેલન લેખક સલીમ ખાન સાથે પરણ્યાં છે અને સલીમ ખાનના દીકરા અરબાઝ ખાન સાથે મલઇકાએ લગ્ન કર્યા છે.