હીર રાંઝામાં રોહિત સરાફ સાથે નહીં જામે સારા અર્જુનની જોડી

01 August, 2026 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની જાહેરાત આ વર્ષે વેલેન્ટાઇન ડેના અવસરે કરવામાં આવી હતી અને એ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘લૈલા મજનૂ’થી શરૂ થયેલી લવસ્ટોરીની ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ છે.

હીર રાંઝામાં રોહિત સરાફ સાથે નહીં જામે સારા અર્જુનની જોડી

થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે ડિરેક્ટર સાજિદ અલીની આગામી રોમૅન્ટિક ફિલ્મ ‘હીર રાંઝા’માં રોહિત સરાફ અને સારા અર્જુનની જોડી જોવા મળશે અને ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નિર્માતાઓએ ફિલ્મમાં રોહિત સરાફની સામે સારા અર્જુનને બદલે એક નવા ચહેરાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
‘હીર રાંઝા’ની વાર્તા જાણીતા ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીએ લખી છે. આ ફિલ્મ એના ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને એનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે વેલેન્ટાઇન ડેના અવસરે કરવામાં આવી હતી અને એ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘લૈલા મજનૂ’થી શરૂ થયેલી લવસ્ટોરીની ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ છે.

rohit saraf sara ali khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news