આવી રહી છે હૃતિકની ક્રિશ 4

03 May, 2024 05:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે એનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે.

હૃતિક રોશનની સુપરહીરો ફ્રૅન્ચાઇઝી ‘ક્રિશ`

હૃતિક રોશનની સુપરહીરો ફ્રૅન્ચાઇઝી ‘ક્રિશ 4’ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે એનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. ૨૦૨૧માં હૃતિક રોશને આ ફિલ્મ બનવાની છે એવી માહિતી આપી હતી. રાકેશ રોશન અને હૃતિક આ ફિલ્મ દ્વારા લોકોને અદ્ભુત સ્ટોરી દેખાડવા માગે છે. ફિલ્મને તેઓ શાનદાર બનાવવા માગે છે. હવે હાલમાં જ ‘ફાઇટર’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘ક્રિશ 4’ પર મહોર લગાવી છે. એથી શક્યતા છે કે આ ફિલ્મને સિદ્ધાર્થ ડિરેક્ટ કરશે. ૨૦૦૩માં ‘કોઈ મિલ ગયા’ રિલીઝ થઈ હતી. બાદમાં ૨૦૦૬માં ‘ક્રિશ’ અને ૨૦૧૩માં ‘ક્રિશ 3’ રિલીઝ કરવામાં આવી હતી. હૃતિક હાલમાં ‘વૉર 2’માં કામ કરી રહ્યો છે.

hrithik roshan entertainment news bollywood buzz bollywood news bollywood