ફિલ્મ ‘શકુંતલા દેવી’ના એક ડિલિટેડ સીનમાં વિદ્યા શીખવે છે 'બદમાશી'

18 August, 2020 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ ‘શકુંતલા દેવી’ના એક ડિલિટેડ સીનમાં વિદ્યા શીખવે છે 'બદમાશી'

ફિલ્મ શકુંતલા દેવીમાં વિદ્યા બાલન

ફિલ્મ ‘શકુંતલા દેવી’નો (Shakuntala Devi) ડિલિટેડ સીનનો વીડિયો રિલીઝ થયો છે જે ખુબ લોકપ્રિય બન્યો છે. આ વીડિયોમાં સ્કૂલના એક ક્લાસરૂમમાં બાળકો ધમાલ કરે છે અને વિદ્યા બાલન (Vidya Balan) તે ક્લાસરૂમમાં આવે છે. એક સર બાળકોને ઓળખાણ આપીને કહે છે કે આજે ગણિતના ક્લાસ શકુંતલા દેવી લેશે.

પહેલા તો વિદ્યાર્થીઓનો મૂડ ઑફ થઈ જાય છે. શકુંતલા દેવી પૂછે કે મેથ્સ કોનો ફેવરેટ સબ્જેક્ટ છે તો એકેય વિદ્યાર્થી હાથ ઉંચો કરતા નથી પરંતુ પાછળ ઉભો એક સર કહે છે કે તેનો આ ફેવરેટ સબ્જેક્ટ છે.

ત્યારબાદ શકુંતલા દેવી બાળકોને કહે છે કે તેને ગણિત માટેનો ડર ક્યારે પણ સમજમાં આવ્યો નથી. બે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે જ્યારે તમે એક બીજા સાથે પરોઠા એક્સચેન્જ કરતા હતા તે ગણિત છે, રિસેસ પડવા માટે કેટલો સમય બાકી છે તે જોવા ઘડિયાળ જુઓ તે ગણિત છે. મારા હિસાબે ગણિતમાં નિયમ નથી ફક્ત જાદુ છે.

એવામાં એક વિદ્યાર્થીએ કહ્યું કે જો ગણિતમાં નિયમ નથી તો 1+1=4 થઈ શકે? આ સામે શકુંતલા દેવી કહે છે કે જે વ્યક્તિ સવાલ પૂછે છે મેથ્સ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ ફિલ્મમાં એક ભુલાયેલા હીરોને ફરી યાદ કરાયો છે અને શકુંતલા દેવી જેવા હ્યુમન કમ્પ્યુટરની વાત આખી દુનિયા સામે મુકાઇ છે. 

vidya balan bollywood news entertainment news