Harman Baweja Engagement: વૉટ્સ યોર રાશિ ફેમ હરમન બાવેજાએ કરી સગાઇ

21 December, 2020 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Harman Baweja Engagement: વૉટ્સ યોર રાશિ ફેમ હરમન બાવેજાએ કરી સગાઇ

Harman Baweja Engagement: વૉટ્સ યોર રાશિ ફેમ હરમન બાવેજાએ કરી સગાઇ

ફિલ્મ અભિનેતા અને નિર્માતા હરમન બાવેજા જે હૈરી બાવેજાના દીકરા છે, હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી લીધી છે. હરમન બાવેજાએ પોતાનો ડેબ્યૂ સાઇ-ફાઇ ફિલ્મ 'લવ સ્ટોરી 2050' દ્વારા કર્યો હતો. હરમન બાવેજાની બહેન રવીનાએ સોશિયલ મીડિયા પર બન્નેના રોકાની તસવીરો શૅર કરી છે. સાથે જ તેમણે બન્નેને વધામણી પણ આપી છે.

રવીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સાશા રામચંદાનીનું પરિવારમાં સ્વાગત છે. ઉત્સવ ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. બન્નેને ઘણો બધો પ્રેમ" આ અવસરે સાગરિકા ઘાટગેએ પણ બન્નેની તસવીરો શૅર કરી છે. સાગરિકા સિવાય શમિતા શેટ્ટીએ પણ તસવીર લાઇક કરી છે અને વધામણી આપી છે. સાશા રામચંદાની ન્યૂટ્રિશન હેલ્થ કોચ છે. તે સાગરિકા ઘાટગેની મિત્ર છે. સાશા રામચંદાની ઇન્સ્ટાગ્રામ પર 'બેટર બેલેન્સ સેલ્ફ' પેજ ચલાવે છે.

હરમન બાવેજાએ પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. ત્યાર પછી હર્મને 'વિક્ટ્રી' અને 'ઢિશ્કિયાઉ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હરમને ઢિશ્કિયાઉં બાદ કોઇ પણ ફિલ્મમાં કામ કર્યું નથી. આ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. તાજેતરમાં જ જ્યારે એક રેસ્ટોરન્ટમાં જોવામાં આવ્યા ત્યારે તે ઓળખાતાં પણ નહોતા કારણકે તેમણે પોતાનું વજન વધારી લીધું હતું.

હરમન બાવેજા અને પ્રિયંકા ચોપરા વચ્ચેના અફેરની ચર્ચાઓ આવતી રહેતી હતી. જો કે, બન્નેએ ક્યારેય પોતાના સંબંધો સાર્વજનિક કર્યા નહોતા. પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. હરમન બાવેજા અને જેનિલિયા ડિસૂઝાની ફિલ્મ ઇટ્સ માય લાઇફ સીધી ઝી સિનેમા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઘણાં વર્ષો પહેલા બની ચૂકી હતી પણ સિનેમા હૉલમાં રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝ્મીએ કર્યું હતું. હરમન બાવેજા અને સાશા ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. જો કે, લગ્નની તારીખ હજી જાહેર થઈ નથી.

bollywood harman baweja bollywood news bollywood gossips