03 September, 2023 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘જેલર’ની સફળતાથી ખુશ પ્રોડ્યુસરે રજનીકાન્તને બીએમડબ્લ્યુ ગિફ્ટ કરી
સુપરસ્ટાર રજનીકાન્તની ‘જેલર’ ભારે સફળ થઈ રહી છે. ૧૦ ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે. આ ફિલ્મમાં તેમની સાથે વિનાયકન, રામ્યા ક્રિષ્નન અને વસંત રવિ પણ લીડ રોલમાં છે. ફિલ્મને મળી રહેલી સફળતાથી ખુશ થઈને ફિલ્મના પ્રોડ્યુસરે કલાનિધિ મારને શાનદાર બીએમડબ્લ્યુ એક્સ૭ કાર રજનીકાન્તને ગિફ્ટ કરી છે. આ સિવાય તેમને ચેક પણ આપ્યો છે, પરંતુ એમાં કેટલી રકમ છે એ જાણવા નથી મળ્યું. કાર ગિફ્ટ કરવાનો વિડિયો કલાનિધિ મારનના પ્રોડક્શન-હાઉસ સન પિક્ચર્સે શૅર કર્યો છે. એમાં તેમને કારની ચાવી આપવામાં આવે છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સન પિક્ચર્સે કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘જેલર’ની સફળતાનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. સુપરસ્ટાર રજનીકાન્તને કારનાં વિવિધ મૉડલ્સ દેખાડ્યાં હતાં. સુપરસ્ટારે પસંદ કરેલી કારની ચાવી તેમને મિસ્ટર કલાનિધિ મારને આપી હતી.’