હો ગયે એક દૂજે કે લિએ

25 January, 2021 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હો ગયે એક દૂજે કે લિએ

વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નની તસવીરો

વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્ન થઈ જતાં તેઓ હંમેશ માટે એકમેકનાં બની ગયાં છે. લગ્નના વેન્યુ બહાર પૂજારી તેમના અન્ય સાથી સાથે જોવા મળ્યો હતો. તેમની સાથે લગ્ન માટે જરૂરી સાધન-સામગ્રી પણ હતી.

લગ્ન માટે તેમણે અલીબાગનું ‘ધ મૅન્શન હાઉસ’ સિલેક્ટ કર્યું હતું. આ આલીશાન વિલામાં વરુણ અને નતાશાની ફૅમિલી અને ફ્રેન્ડ્સે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ખૂબ ધમાલ મચાવી હતી. વરુણ અને નતાશા સ્કૂલ-ફ્રેન્ડ્સ હતાં. તેમના રિલેશનની ચર્ચા ખૂબ થઈ રહી હતી. લોકો વરુણને સતત એક જ સવાલ કરતા હતા કે તે લગ્ન ક્યારે કરશે? આખરે હવે વરુણના ફૅન્સની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. વરુણે તેની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા સાથે આજીવન સાથ નિભાવવાનું વચન આપ્યું છે. આ વિલામાં મેંદી સેરેમની, સંગીત સેરેમની અને લગ્નની વિધિ પણ કરવામાં આવી હતી. ગઈ કાલે લગ્નમાં હાજરી આપવા માટે કરણ જોહર સહિત અનેક સેલિબ્રિટી હાજર રહી હતી. કોરોનાને જોતાં લગ્નમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વરુણે લગ્ન માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલાં કપડાં પહેર્યાં હતાં. વરુણના ફૅન્સ તેને દુલ્હાના લુકમાં જોવા આતુર થઈ રહ્યા છે. જોકે કપલની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતાં કોઈને પણ મોબાઇલ ફોન લઈ જવાની પરવાનગી નથી આપવામાં આવી. આ ન્યુલી મૅરિડ કપલને બેસ્ટ વિશિઝ.

entertainment news bollywood bollywood news varun dhawan